સ્વતંત્રતા દિવસને હવે થોડા જ દિવસો બાકી છે. ત્યાં અનેક લોકો પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને હવે અલગ અલગ આઉટફિટ્સ પહેરવાનો ટ્રેન્ડ આવ્યો છે. પોતાના લૂકમાં ચાર ચાંદ લગાવવા માટે તમે ગ્ર્રિન, વાઇટ કે ઓરેંજ કલરના કપડાં પહેરતા હોય છે. આમ તમે પણ આ દિવસે બધા કરતાં અલગ દેખાવા ઈચ્છો છો તો આ આઉટફિટ્સ તમારા માટે બેસ્ટ છે.
· તમે સફેદ સાડીમાં ડિસન્ટ લુક મેળવવા ઇચ્છો છો તો આલિયા ભટ્ટની આ ટ્રેડિશનલ ચિકનકારી વર્કની કોટન સાડી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. સફેદ સાડીની સાથે તમે વ્હાઇટ બ્લાઉઝ પહેરી શકો છો. કેસરી રંગનો બ્લાઉઝ પણ તમે મેચ કરી શકો છો. આલિયા પ્રમાણે તમે મેક અપ પણ કરી શકો છો.
· તમે વ્હાઇટ સાડીની જગ્યાએ સફેદ સૂટ પણ પહેરી શકો છો. આ માટે સારા અલી ખાનનો આ આઉટફિટ બેસ્ટ છે. સારાએ હેવી વર્કનો ચિકનનો સૂટ પહેર્યો છે અને સાથે સફેદ દુપટ્ટો કેરી કર્યો છે. આ ડ્રેસની સાથે તમે ત્રિરંગી બંગડી પહેરી પણ પહેરી શકો છો.
· તમે આ દિવસે કંઇક સ્પેશયલ ક્લાસિક લુક મેળવવા ઇચ્છો છો તો ધક ધક ગર્લ માધુરી દીક્ષિતનો આ લુક રિક્રિએટ તમે કરી શકો છો. માધુરીએ ઓરેન્જ કલરની ક્લાસિક કાજીવરમ સાડી પહેરી છે. આ લુકમાં ગોર્જિયસ લાગી રહી છે.
· સ્વતંત્રતા દિવસને ખાસ બનાવવા માટે તમે લહેંગા પણ ટ્રાય કરી શકો છો. આ માટે તમે બોટલ ગ્રીન લહેંગો પહેરી શકો છો. ગોલ્ડન થ્રેડ વર્કની સાથે તમે લહેંગા કેરી કરો છો તો મસ્ત લુક મળે છે.
· આલિયાનો આ ફેમસ ડ્રેસ ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કરી છે. આ પણ તમે સ્વતંત્રતા દિવસ પર ટ્રાય કરી શકો છો.