ચહેરા પર આ રીતે કરો બીટનો ઉપયોગ, 7 દિવસમાં દુર થઈ જશે ત્વચા પર પડેલી કરચલીઓ

આયર્ન અને વિટામિન થી ભરપૂર બીટ ત્વચા માટે પણ ફાયદાકારક છે. બીટ એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે.

New Update
ચહેરા પર આ રીતે કરો બીટનો ઉપયોગ, 7 દિવસમાં દુર થઈ જશે ત્વચા પર પડેલી કરચલીઓ

આયર્ન અને વિટામિન થી ભરપૂર બીટ ત્વચા માટે પણ ફાયદાકારક છે. બીટ એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે. તે ત્વચા માટે એન્ટી એજિંગ એજન્ટ તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા પર નિખાર પણ વધે છે અને સાથે જ કરચલીઓ અને વધતી ઉંમરની અસર પણ દૂર થાય છે. બીટ નો ઉપયોગ ત્વચા માટે કરવાથી અનેક લાભ થાય છે. બીટ તમારા ચહેરાની ચમક વધારી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે બીટ નો ઉપયોગ ત્વચા માટે કેવી રીતે કરવો.

- ત્વચા પર વધતી ઉંમરની અસર દેખાવા લાગે એટલે કે કરચલીઓ પડવા લાગે તો તેને દૂર કરવા માટે બીટ ઉપયોગી સાબિત થાય છે. બીટ નો ઉપયોગ કરવાથી ત્વચા ટાઇટ બને છે. તેના માટે બીટની પેસ્ટ બનાવી, તેમાં થોડું મધ ઉમેરીને ચહેરા પર લગાડવું.

- ત્વચા પરથી ડાઘ દૂર કરવા હોય અને ત્વચાની ચમક વધારવી હોય તો એક ચમચી બીટની પેસ્ટને બે ચમચી દહીંમાં મિક્સ કરીને તેમાં થોડું બદામનું તેલ ઉમેરો. આ પેકનો ઉપયોગ ચહેરા પર કરવાથી ડાઘ ધબા દૂર થવા લાગે છે.

- હોઠની સુંદરતા વધારવા માટે પણ બીટનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બીટનો રસ કાઢીને રાત્રે તેને હોઠ પર લગાડવો. થોડા દિવસ આ પ્રયોગ નિયમિત કરવાથી હોઠ ઉપર પિંક બ્લશ જોવા મળશે.

- જો ત્વચા ડ્રાય થઈ ગઈ હોય અને નિસ્તેજ લાગતી હોય તો એક ચમચી દૂધમાં થોડું બદામનું તેલ અને બે ચમચી બીટનો રસ ઉમેરીને તેને ચહેરા પર 10 મિનિટ માટે લગાવો. આ પ્રયોગ સાત દિવસ સુધી કરશો એટલે તમને ત્વચા પર ફરક જોવા મળશે.

Latest Stories