શિયાળામાં ડ્રાય થતી સ્કીન માટે ગ્લિસરીનનો ઉપયોગ કરો, તુરંત વધશે ત્વચાનો ગ્લો....

હાલ હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે શિયાળાની શરૂઆતમાં ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જતી હોય છે.

New Update
શિયાળામાં ડ્રાય થતી સ્કીન માટે ગ્લિસરીનનો ઉપયોગ કરો, તુરંત વધશે ત્વચાનો ગ્લો....

હાલ હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે શિયાળાની શરૂઆતમાં ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જતી હોય છે. તેના કારણે ત્વચા પર ડેડ સ્કિનની ફોતરી દેખાવા લાગે છે. ઘણી વાર ડ્રાઈનેશના કારણે ત્વચા પર ખંજવાળ પણ આવે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોશન, ક્રીમ અને મોઈશ્ચરાઇઝર સહિત વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તે થોડા સમય માટે જ કામ કરે છે. થોડા સમય પછી પાછું હતું તેમ જ થઈ જાય છે. પરંતુ જો તમારે ત્વચાની ડ્રાયનેશથી કાયમી છુટકારો મેળવવો હોય તો શિયાળાની શરૂઆતથી જ સ્કીન કેર રૂટિનમાં ગ્લિસરીનનો ઉપયોગ કરો. જો તમે શિયાળામાં ત્વચાની સંભાળ માટે ગ્લિસરીનનો ઉપયોગ કરશો તો તમારી સ્કીન એકદમ ગ્લો કરશે. તો ચાલો જાણીએ કેવી રીતે ગ્લિસરીનનો ઉપયોગ કરશો.

શિયાળામાં સ્કીન કેરમાં ગ્લિસરીનનો ઉપયોગ

ગ્લિસરીન અને મધ

શિયાળામાં ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખવા માટે તમે ગ્લિસરીનમાં મધ મિક્સ કરીને ત્વચા પર લગાવી શકો છો. ગ્લિસરીનને મધ સાથે મિક્સ કરીને એક સોલ્યુસન બનાવો, તેને તમારા ચહેરા લગાવો અને 20 મિનિટ સુધી એમ જ રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરાને સાફ કરો. તેનાથી તમારા ચહેરાની ડ્રાયનેશ દૂર થશે અને ચહેરા પર ગ્લો આવશે.

ગ્લિસરીન અને એલોવેરા

ત્વચાને મુલાયમ અને ડ્રાઈનેશ ફ્રી રાખવા માટે એલોવેરા ખૂબ જ મહત્વનુ માનવામાં આવે છે. શિયાળામાં ત્વચાની ચમક જાળવવા માટે ગ્લિસરીનને એલોવેરા જેલમાં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો અને 15 મિનિટ માટે સ્કીન પર રહેવા દો. પછી ચહેરાને ચોખા પાણીથી ધોઈ નાખો.

ગ્લિસરીન અને ગુલાબ જળ

ત્વચાની ડ્રાયનેશ દૂર કરવા માટે તમે ગ્લિસરીનની સાથે ગુલાબ જળ મિક્સ કરીને તમે તમારા ચહેરા પર લગાવી શકો છો. તેના માટે આ બંને વસ્તુઓને મિક્સ કરીને ચહેરા પર એપલાઈ કરો. 10 મિનિટ સુધી એમ જ ચહેરા પર આ પેસ્ટને રહેવા દો પછી ઠંડા પાણીથી ચહેરાને સાફ કરો. આમ કરવાથી તમારો ચહેરો ગ્લો કરશે.

Latest Stories