Connect Gujarat
ફેશન

સૂતા પહેલા ચહેરા પર લગાવો રસોડાની આ 7 વસ્તુઓ, ચહેરો ખીલી ઊઠશે…..

સૂતા પહેલા ચહેરા પર લગાવો રસોડાની આ 7 વસ્તુઓ, ચહેરો ખીલી ઊઠશે…..
X

આ ભાગદોડ ભરી જિંદગીમાં આપણે આપણા ચહેરા પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. જેના કારણે ચહેરો એકદમ ફિક્કો પડી જાય. તો તમે રાત્રે સૂતા પહેલા ચહેરા પર આ વસ્તુઓ લગાવી શકો છો. આ વસ્તુઓમાં એંટીઓક્સિડેંટ્સ વધારે પ્રમાણમા હોય છે. તે સતત સેટ દિવસ ચહેરા પર લગાવવાથી ચહેરાનો ગ્લો વધે છે. આપના ઘરમાં જ રહેલી આ 7 વસ્તુઓ લગાવીને ચહેરાનો ગ્લો વધારો. તો ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે ચહેરાને બનાવશે એક દમ ગ્લોઇંગ અને ચમકદાર.....

1. કાચું દુધ : કાચું દૂધ મૃત ત્વચાને દૂર કરે છે. ચહેરા પર ગ્લો લાવવા માટે તમે રાતે સૂતા પહેલા કાચું દૂધ ચહેરા પર લગાવી શકો છો. કાચું દૂધ ચહેરા પર થતી કરચલીઓને રોકે છે અને ચહેરાને ઠંડક પહોચાડે છે. જો તમારા ચહેરા પર ફોલ્લીઓ હશે તો કાચું દૂધ લગાવવાથી આ ફોલ્લીઓથી રાહત મળશે.

2. ગુલાબ જળ : ગુલાબ જળ ચહેરા પર લગાવવાથી ચહેરા પરની નરમતા વધે છે. જેમની ત્વચા ખરબચડી છે. તેઓ ગુલાબજળને ક્રીમમાં લગાવવાથી પણ ફાયદો થાય છે.

3. બટાટાનો રસ : બટાકાનો રસ ત્વચા માટે છે અકસીર ઈલાજ. રાતે સૂતા પહેલા બટાકાનો રસ લગાવવાથી તે ચહેરા પર સોનેરી ગ્લો લાવવામાં મદદરૂપ થશે. જો સમય ના હોય બટાકાનો રસ કાઢવાનો તો તમે બટાકાના ટુકડા પણ વાપરી શકો છો.

4. એલોવેરાનો રસ : ઘણા લોકોની ત્વચા ખૂબ જ ડ્રાઈ હોય છે. તેના માટે એલોવેરાનું જેલ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ જેલ ચહેરા પર લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે.

5. નારિયેળ તેલ : આ તેલની ચહેરા પર માલીસ કરવાથી કરચલીઓ દૂર થાય છે. ત્વચાની નરમાઈમાં વધારો થાય છે. નારિયેળ તેલ ખૂબ જ ફાયદાકારક છે. નહાવા પહેલા નારિયેળ અથવા સરસવનું તેલ નાભી પર લગાવવાથી ત્વચાને ખુબ જ ફાયદો થાય છે.

6. બેસન : ચણાના લોટમાં દહીં મિક્સ કરીને લગાવવાથી બ્લેકહેડ્સ દૂર થાય છે. અને ચહેરા પર ગ્લો આવે છે. તમે ક્રીમમાં ચણાનો લોટ મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકો છો. આ પછી તમે સાબુ વગર સ્નાન કરી લો. ફિલ્મ જગતની ઘણી અભિનેત્રીઓ પણ આ ઘરગથ્થુ ઉપચારને અપનાવે છે.

7. કાકડીનો રસ : કાકડીના રસમાં લીંબુનો રસ મિક્સ આકરીને ચહેરા પર લગાવવાથી બધી જ કરચલીઓ દૂર થાય છે. ત્વચા નરમ પડે છે. એટલે કાકડીનો રસ તેમાં નિખાર લાવવામાં મદદરૂપ બને છે. કાકડીના રસમાં એલોવેરનો રસ મિકસ કરીને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે.

Next Story