Connect Gujarat
ફેશન

આ વસ્તુથી ધુઓ વાળ, શેમ્પુને પણ ભૂલી જશો, લોકો પૂછશે ચમકદાર વાળનું રાઝ....

વાળ એ સ્ત્રીનું ઘરેણું કહેવામા આવે છે. વાળથી સ્ત્રીને અત્યંત લગાવ હોય છે. જ્યારે વાળને મુલાયમ બનાવવાની વાત આવે છે.

આ વસ્તુથી ધુઓ વાળ, શેમ્પુને પણ ભૂલી જશો, લોકો પૂછશે ચમકદાર વાળનું રાઝ....
X

વાળ એ સ્ત્રીનું ઘરેણું કહેવામા આવે છે. વાળથી સ્ત્રીને અત્યંત લગાવ હોય છે. જ્યારે વાળને મુલાયમ બનાવવાની વાત આવે છે ત્યારે દાદીમાના નુશ્ખા જ કામ આવે છે. અમુક વાર મોંઘી ટ્રીટમેંટ કરાવ્યા બાદ પણ વાળને સારી રીતે સાંભડી શકતા નથી. આથી જ ઘરેલુ ઉપચાર જેવુ કઈ બેસ્ટ નથી. જે આપના વાળને નુકશાન પણ નહીં પહોચાડે અને બેસ્ટ રીઝર્ટ આપશે. જો તમે પણ વાળ સંબધિત સમસ્યાથી પરેશાન છો તો તમારા રસોડામાં જ તમને તેનો ઈલાજ મળી જશે. અહીં એવિ ઘણી વસ્તુઓ છે જે તમારા વાળને ઘટ્ટ, કાળા, નરમ, મુલાયમ અને ચમકદાર બનાવશે. કેટલીક તો એવી વસ્તુઓ છે જે તમારા શેમ્પુને પણ બદલી નાખશે. વાળ માંથી ડેંડરફને દૂર કરવા માટે તમે છાસ અથવા દહીંનો ઉપયોગ કરી શકો છો અને સાથે સાથે બીજા પણ ઘણા ફાયદાઓ મેળવી શકાય છે.

દહીંને વલોવ્યા વગર અને ઘી કાઢ્યા પછી જે પ્રવાહી વધે તેને છાસ કહે છે. તે પ્રોટીન, ચરબી અને લેકટીક એસિડનો ભંડાર છે. છાસ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ફેંકી દેવાને બદલે તમે તેને વાળમાં લગાવીને તેને કાળા, સિલકી અને લાંબા બનાવો.

· આ રીતે કરો છાસનો ઉપયોગ

1. વાળને થોડા થોડા ભીના કરો પછી આંગળીની મદદથી છાસ વડે માથાની ચામડી પર મસાજ કરો. વાળના મૂળ સુધી છાસ લગાવો.

2. વાળના મૂળ અને તે જ્ગ્યા પર ધ્યાન આપો જ્યાં ચિકાશની સમસ્યા વધુ હોય. થોડી મિનિટો માટે માથાની ચામડીને સારી રીતે મસાજ કરો. તેનાથી વાળના મૂળ સુધી છાસ બરાબર પહોચી જશે અને સારું કામ કરશે. આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ વધશે.

3. મસાજ કર્યા પછી છાસને વાળમાં 10 થી 15 મિનિટ રહેવા દો. તમે શાવર કેપનો ઉપયોગ કરી શકો છો. તે પછી વાળને હૂંફાળા પાણીથી સારી રીતે ધોઈ નાખો.

· શું વાળમાં છાસ નાખવી દરેક માટે ફાયદાકારક છે?

છાસ ભલે ખૂબ જ ફાયદાકારક હોય પણ જરૂરી નથી કે બધાના વાળને સુટ કરે. છાસ નો ઉપયોગ કરતાં પહેલા પેચ ટેસ્ટ કરાવવો જોઈએ. જેઓને લેકટોઝની એલર્જી હોય તેવા લોકોએ છાસનો ઉપયોગ ના કરવો જોઈએ.

Next Story