આજના સમયમાં નાની ઉંમરમાં પણ લોકોને સફેદ વાળની સમસ્યા સતાવવા લાગે છે. કોલેજ જવાની ઉંમરમાં છોકરાઓ છોકરીઓના માથામાં સફેદ વાળ દેખાવા લાગે છે. નિષ્ણાતો જણાવે છે કે આમ થવાનું કારણ ખરાબ જીવનશૈલી અને ખાનપાનમાં પોષક તત્વોનો અભાવ હોય છે. તેના કારણે શરીરમાં ફેરફાર થવા લાગે છે પરિણામે કાળા વાળ પણ સફેદ થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો નાની ઉંમરથી જ હેર કલર કરાવવાનું શરૂ કરી દે છે પરંતુ હેર કલર વધારે પ્રમાણમાં કરવાથી પણ આડઅસર થવા લાગે છે. તેવામાં જો નાની ઉંમરમાં સફેદ વાળ થવાની સમસ્યા સતાવતી હોય તો તમે 15 દિવસમાં જ સફેદ થતાં વાળને અટકાવી શકો છો. જો અઠવાડિયામાં ત્રણ દિવસ તમે આ વસ્તુ માથામાં લગાડશો તો મૂળમાંથી વાળ કાળા થવા લાગશે.
હેર એક્સપોર્ટ્સના જણાવ્યા અનુસાર વાળને કુદરતી રીતે કાળા કરવા માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળીનો રસ વાળમાં લગાડવાથી વાળને જરૂરી પોષક તત્વો મળે છે અને તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. વાળને કાળા કરવા માટે વાળના મૂળમાં ડુંગળીનો રસ લગાડવો જોઈએ. આ રસ કેવી રીતે લગાડવો ચાલો તમને તે પણ જણાવીએ.
ડુંગળીનો રસ કેવી રીતે ઉપયોગમાં લેવો
સૌથી પહેલા ડુંગળીને કાપી અને મિક્સરમાં તેને પીસી લેવી. ડુંગળીની પેસ્ટને મલમલ ના કપડામાં અથવા તો ચારણીમાં કાઢી અને તેનો રસ અલગ કરી લેવો. ત્યાર પછી આ રસને વાળના મૂળમાં ધીરે ધીરે લગાડી અને હળવા હાથે માલીશ કરો. એકાદ કલાક સુધી ડુંગળીનો રસ વાળમાં રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી વાળને ધોઈ લો.
ડુંગળીના રસમાં વિટામીન સી અને કેરસેટિગ નામના તત્વ હોય છે. ફ્રી રેડીકલ્સ ની અસરને દૂર કરે છે અને વાળના મૂળમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ ના ઉત્પાદનને ઓછું કરે છે જેના કારણે સફેદ વાળ વધતા અટકે છે.