અંકલેશ્વર: આલિયાબેટ પર દીપડાનો આતંક, ઊંટના 2 બચ્ચાને બનાવ્યા શિકાર

ભરૂચના આલીયાબેટ પર દીપડાએ બે ખરાઈ ઊંટના બચ્ચાને શિકાર બનાવ્યા હતા.બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નીલ ગાયનો પણ શિકાર કર્યો હતો.

New Update
ઊંટ
ભરૂચના આલીયાબેટ પર દીપડાએ બે ખરાઈ ઊંટના બચ્ચાને શિકાર બનાવ્યા હતા.બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નીલ ગાયનો પણ શિકાર કર્યો હતો.
Advertisment
અરબી સમુદ્રને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલ આલીયાબેટ વિસ્તારમાં દીપડા હયાતીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.હાંસોટના અભેટા ગામથી આલિયાબેટના માર્ગ તરફ જતા અંતરિયાળ વિસ્તારમાં  ખોરાક આરોગી રહેલા ખારાઈ ઊંટના બે બચ્ચાનો દીપડાએ શિકાર કર્યો હતો.જે અંગે ઊંટ માલિકને જાણ થતા તેઓ સ્થળ પર પહોંચતા મરેલા ઊંટના બચ્ચા નજીક જ દીપડો બેઠો હોવાનું જોવા મળ્યું હતું જેને લઇ તે ત્યાંથી પરત પોતાના પડાવ પર આવી આ અંગે અન્ય કબીલાના લોકોને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં  મરેલ ખારાઈ ઊંટ અવશેષો જોવા મળ્યા હતા.આ અંગે કબીલાના મુખી મહંમદભાઈ જત દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.દીપડા પકડવા માટે આલિયાબેટ પર પાંજરા ગોઠવવાની માંગ કરવામાં આવી છે.
Advertisment
Latest Stories