New Update
/connect-gujarat/media/media_files/2025/03/15/kcbZ2UpIlOXqPMaP2iwg.jpg)
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આયોજન ભવનના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીયોને સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી રિતેશ વસાવાએ રજૂ કરેલા વિવિધ પ્રશ્રો અંગે ઝડપી કાર્યવાહી કરવા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં, પુરવઠા વિભાગને લગતાં પ્રશ્રો, જીઆઈડીસી, દબાણ હટાવની કામગીરી, નવા પંચાયત ઘરો અને નવી આંગણવાડીઓ સંદર્ભે, ડીજીવીસીએલ, જેટકો, બી.એસ.એન.એલ, એસ.ટી.વિભાગ, પાણી પુરવઠાને લગતા પ્રશ્રો, સિંચાઈને લગતા પ્રશ્રો, વન વસાહતનો પ્રશ્ર, જેવા પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દાઓ ઉપર વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અધિક નિવાસી કલેકટર એન.આર.ધાંધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories