Connect Gujarat
Featured

લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત કૉંગ્રેસે સફાળી જાગી, 7 કાર્યકારી પ્રમુખોને સોંપાઈ જવાબદારી

લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત કૉંગ્રેસે સફાળી જાગી, 7 કાર્યકારી પ્રમુખોને સોંપાઈ જવાબદારી
X

લોકસભાની ચૂંટણી 2024ને લઈ ગુજરાત કૉંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. ચૂંટણીની તૈયારીઓને ભાગરુપે ગુજરાત કૉંગ્રેસ દ્વારા 7 કાર્યકારી પ્રમુખોને લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે. કૉંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલને સૌથી વધુ 5 બેઠકની જવાબદારી સોંપાઈ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને પાટણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે લલિત કગથરાને સુરેન્દ્રનગર, કચ્છ, અમરેલી અને જામનગર બેઠકની જવાબદારી સોંપાઈ છે. જિગ્નેશ મેવાણીને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.

ઈન્દ્રવિજયસિંહ ગોહિલને ખેડા, આણંદ, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ છે. અંબરીશ ડેરને રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરની જવાબદારી સોંપવામાં આવી છે. ઋત્વિક મકવાણાને નવસારી, સુરત, વલસાડ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જિજ્ઞેશ મેવાણીને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. કદીર પીરઝાદાને ભરૂચ, વડોદરા અને બારડોલી બેઠકની જવાબદારી સોંપાઈ છે.

Next Story