-
ભરૂચની સાયખા જીઆઇડીસીનો બનાવ
-
ટી વેન્ચર કંપનીના વેર હાઉસમાં આગ
-
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
-
સદનસીબે કોઈ જાનહાની નહીં
ભરૂચ: સાયખા GIDCની ટી વેન્ચર કંપનીના વેર હાઉસમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
ભરૂચની સાયખા જીઆઇડીસીમાં આવેલ ટી વેન્ચર કંપનીના વેરહાઉસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો..... ગુજરાત | સમાચાર
ભરૂચના વાગરા તાલુકામાં આવેલા સાયખા GIDC વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ગોલ્ફ બોલ બનાવતી ટી-વેન્ચર કંપનીના વેરહાઉસમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે ત્રણ ફાયર ટેન્ડર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર ટીમના જહેમતભર્યા પ્રયાસોથી આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી જોકે વેરહાઉસમાં રાખેલ સામાનને મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.સ્થાનિક પ્રશાસન દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગ લાગવાના કારણોને લઈને વધુ વિગતો મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
