🔴 Breaking
ભરૂચ: ભૂગર્ભ ગટર લાઇનની સફાઈમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો પ્રવેશ, માનવ જોખમ ઘટશેBlog By અચલજીવન સ્વામી : વારસાની વાતો – 05 : ગુરુકુલ એટલે ગૃહાલય અને વિદ્યાલયનો દિવ્ય સમન્વયભરૂચ: ઇલાવ ગામે રામદેવપીર અને ભાથીજી મહારાજના સાનિધ્યમાં લોક ડાયરો યોજાયોભરૂચમાં ઠેર ઠેર 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, દેશની આન બાન સમા રાષ્ટ્રધ્વજને સલામી અપાઈભરૂચ: ઇલાવ ગામે સંગીતમય વાતાવરણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, પંચમકલા વૃંદ દ્વારા દેશભક્તિ અંગેના ગીત રજૂ કરાયાભરૂચ: સ્વાતંત્ર્ય પર્વ પર શહેરે નવી દુલહનનો સાજ સજ્યો, સરકારી ઇમારતો- સર્કલ લાઇટિંગથી ઝળહળ્યાઅંકલેશ્વરમાં રૂ.5 હજાર કરોડના ડ્રગ્સ કાંડનો કથિત કિંગપિન ભારત આવ્યો, UAEથી વીરેન્દ્ર બસોયાની ધરપકડરાશિ ભવિષ્ય 15 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: ભૂગર્ભ ગટર લાઇનની સફાઈમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો પ્રવેશ, માનવ જોખમ ઘટશેBlog By અચલજીવન સ્વામી : વારસાની વાતો – 05 : ગુરુકુલ એટલે ગૃહાલય અને વિદ્યાલયનો દિવ્ય સમન્વયભરૂચ: ઇલાવ ગામે રામદેવપીર અને ભાથીજી મહારાજના સાનિધ્યમાં લોક ડાયરો યોજાયોભરૂચમાં ઠેર ઠેર 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, દેશની આન બાન સમા રાષ્ટ્રધ્વજને સલામી અપાઈભરૂચ: ઇલાવ ગામે સંગીતમય વાતાવરણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, પંચમકલા વૃંદ દ્વારા દેશભક્તિ અંગેના ગીત રજૂ કરાયાભરૂચ: સ્વાતંત્ર્ય પર્વ પર શહેરે નવી દુલહનનો સાજ સજ્યો, સરકારી ઇમારતો- સર્કલ લાઇટિંગથી ઝળહળ્યાઅંકલેશ્વરમાં રૂ.5 હજાર કરોડના ડ્રગ્સ કાંડનો કથિત કિંગપિન ભારત આવ્યો, UAEથી વીરેન્દ્ર બસોયાની ધરપકડરાશિ ભવિષ્ય 15 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
ગુજરાત

અંકલેશ્વર: ભડકોદ્રા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ, 2 મહિનામાં 5મી વખત આગ

અંકલેશ્વરના ભડકોદ્રા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ ગુજરાત | ભરૂચ | સમાચાર

અંકલેશ્વર: ભડકોદ્રા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ, 2 મહિનામાં 5મી વખત આગ

  • અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો બનાવ

  • ફરી એકવાર ડમ્પિંગ સાઈટમાં આગ

  • કેમિકલ વેસ્ટ સળગાવાયો હોવાની આશંકા

  • 2 મહિનામાં 5મી વખત લાગી આગ

અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની ડમ્પિંગ સાઈડમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.2 મહિનામાં 5મી વખત આગ ફાટી નિકળતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે.સ્થાનિકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી કાળો ધુમાડો આકાશમાં ફેલાયેલો જોવા મળ્યો હતો.
ડમ્પિંગ સાઇટ નજીક આવેલ સ્ક્રેપ માર્કેટના કોઈક અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ પર ઠાલવી તેને સળગાવી દેવામાં આવી હોવાની  આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 10 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી અને 6 માર્ચ અને 24 માર્ચની રાત્રીએ પણ આ જ ડંપિંગ સાઇટમાં આગ ફાટી નીકળી હતી ત્યારે વારંવાર લાગતી આગ શંકા ઉપજાવી રહી છે અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.