Connect Gujarat
Featured

દિલ્હી : BJP ના પૂર્વ ઉપાધ્યક્ષ જીએસ બાવાએ કથિત રીતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

દિલ્હી :  BJP ના પૂર્વ ઉપાધ્યક્ષ જીએસ બાવાએ કથિત રીતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
X

ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના પૂર્વ ઉપાધ્યક્ષ જીએસ બાવાએ કથિત રીતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેમનો મૃતદેહ સુભાષ નગરના ઝરણાવાળા પાર્કમાં લટકતો મળ્યો. 58 વર્ષીય જીએસ બાવા પશ્ચિમી દિલ્હીના ફતેહ નગરમાં રહેતા હતા. સોમવારની સાંજે લગભગ 6 વાગે પાર્કમાં ફરતા લોકોએ ગ્રીલ સાથે બોડીને લટકતી જોઈ પોલીસને સૂચના આપી હતી.

પોલીસ સ્થળ પર પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે મૃતદેહ દિલ્હી ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જીએસ બાવાનો છે. શંકાસ્પદ પરિસ્થિતિમાં ભાજપના મોત પર પોલીસે તપાસ શરુ કરી છે. દિલ્હી પોલીસના અધિકારીઓના જણાવ્યાનુંસાર પાર્કમાંથી કોઈ સુસાઈડ નોટ નથી મળી. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ચર્ચિત પ્રત્યાશી તેજેન્દર સિંહ બગ્ગાએ ઈલેક્શન એજન્ટ તરીકે જીએસ બાવા ચર્ચામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં દિલ્હી એનસીઆરમાં આત્મહત્યાની ઘટનાઓ વધી છે. ગત દિવસોમાં ઉત્તર પ્રદેશના નોઈડામાં અલગ અલગ ઘટનાઓમાં 4 લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી 2ના મોત થયા હતા. પોલીસે આ આત્મહત્યાઓની તપાસ કરી રહી છે. ખાસ કરીને શંકાસ્પદ પરિસ્થિતિઓમાં આત્મહત્યાના મામલા સામે આવ્યા બાદ પોલીસ ઘટનાના તમામ પાસાઓને તપાસી રહી છે.

Next Story