ગાંધીનગર : કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે આયોજન; સી.એમ. રૂપાણીએ મહાનગરોના અધિકારીઓએ સાથે સમીક્ષા બેઠક યોજી

New Update
ગાંધીનગર : કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે આયોજન; સી.એમ. રૂપાણીએ મહાનગરોના અધિકારીઓએ સાથે સમીક્ષા બેઠક યોજી

કોરોનાની ત્રીજી લહેર સામે લડવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના પાંચ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર્સ અને અન્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરીને આરોગ્ય સુવિધાઓ અને ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવાના આયોજન અંગે ચર્ચા કરી હતી.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે પરંતુ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા સરકાર તૈયારીઓ કરી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પાંચ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરના મ્યુનિસિપલ કમિશનર્સ અને અન્ય અધિકારીઓ તથા એવા ઉચ્ચ અધિકારીઓ કે જેમણે કોરોનાના સંક્રમણની પહેલી અને બીજી લહેર દરમિયાન નોંધપાત્ર ફરજ બજાવી છે એવા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. મુખ્ય પ્રધાન રૂપાણીએ દરેક મહાનગરના મ્યુનિસિપલ કમિશનર્સ અને અધિકારીઓ સાથે સીધો સંવાદ કરીને કોરોનાના સંક્રમણના પહેલા અને બીજા તબક્કાના અનુભવો જાણીને ત્રીજા તબક્કા વિશેના તેમના અનુમાનો તથા આયોજનોની વિગતવાર માહિતી મેળવીને જરૂરી આદેશો આપ્યા હતા.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે સ્હેજ પણ નિશ્ચિંત રહેવાનું નથી. ગુજરાતે સાવધાન અને સજાગ રહેવાનું છે. કોરોનાના સંક્રમણને અટકાવવા આવશ્યક એવા તમામ પગલાં લેવા નિયમોને અનુસરવાનું છે. રાજ્ય સરકાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે.

Latest Stories