• ગુજરાતની જીવાદોરી GSRTC બની હાઈટેક

  • ડિજિટલ પેમેન્ટથી કરોડોની આવક થઇ

  • રૂ.722 કરોડની ડિજિટલ આવક સાથે સ્થાપ્યો નવો રેકોર્ડ

  • એસટી બસમાં છૂટા પૈસાની માથાકૂટનો આવ્યો અંત

  • કુલ આવકનો 30 ટકા હિસ્સો હવે સીધો ડિજિટલ માધ્યમથી

ગુજરાતની જીવાદોરી સમાન GSRTC હવે હાઈટેક બની છે.એસ.ટી. નિગમની કુલ આવકનો 30 ટકા હિસ્સો હવે સીધો ડિજિટલ માધ્યમોથી પ્રાપ્ત થાય છે. ઓનલાઇન બુકિંગ અને QR કોડ સ્કેનિંગની સુવિધાને પરિણામેનિગમે વર્ષ 2025-26માં રૂપિયા 722 કરોડની માતબર આવક સાથે નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 8000 બસોમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ સતત વધી રહ્યો છે. દરરોજની કુલ આવકમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો 30 ટકા હિસ્સો મુસાફરોની બદલાતી પસંદગી અને ટેકનોલોજી પ્રત્યેના વિશ્વાસને સ્પષ્ટપણે દર્શાવે છે.

હવે મુસાફરો કોઈપણ જટિલ પ્રક્રિયા વિના માત્ર મિનિટોમાં મોબાઈલથી ટિકિટ બુક કરી શકે છે. મુસાફરી દરમિયાન કંડક્ટરના મશીન પર રહેલો QR કોડ સ્કેન કરતા જ ગણતરીની સેકન્ડોમાં ટિકિટ મળી જાય છે. વર્ષ 2025-26ના આંકડા મુજબએપ્રિલથી માર્ચ દરમિયાન 2.73 કરોડથી વધુ બેઠકોનું ઓનલાઇન બુકિંગ થયું છેજેમાંથી 1.75 કરોડ ટિકિટ માત્ર મોબાઈલ એપ દ્વારા બુક કરવામાં આવી છે.

મુસાફરો હવે 60 દિવસ અગાઉ એડવાન્સ રિઝર્વેશન કરાવીને પોતાની સફરનું સચોટ આયોજન કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિસ્તરેલી આ ઓનલાઇન સેવાઓએ એસ.ટી. તંત્રમાં પારદર્શિતા લાવી છે અને નિગમ પર જનતાનો ભરોસો વધુ મજબૂત કર્યો છે.