ગીર સોમનાથ એલસીબી પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગને પકડી પાડી છે. સોમનાથ બાયપાસ સફારી સર્કલ પાસેથી ઉત્તર પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 

આ ગેંગે ગુજરાતના 11 શહેરમાં 104 દુકાનમાંથી રોકડની ચોરી કરી હતી. પકડાયેલા આરોપીઓમાં સંજયકુમાર બડેરાવિભાગ ડબાસવિશાલ કોહલી અને વિજય ડબાસનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના વતની છે અને હાલમાં બોરસદમાં રહે છે. 

આરોપીઓએ પાલીતાણાઅમરેલીમાધુપુરસોમનાથસાળંગપુરગોંડલચોટીલાજસદણમોરબીગાંધીધામ અને માંડવીમાં ચોરી કરી હતી. તેઓ દુકાનમાં ગ્રાહક બનીને જતા અને વેપારીની નજર ચૂકવીને રોકડની ચોરી કરતા હતા.