ગીર સોમનાથ : વડનગરની અંબુજા સિમેન્ટ કંપની સામે છેલ્લા 22 દિવસથી ચાલતું હતું આંદોલન, જુઓ પછી શું થયું..!

New Update
ગીર સોમનાથ : વડનગરની અંબુજા સિમેન્ટ કંપની સામે છેલ્લા 22 દિવસથી ચાલતું હતું આંદોલન, જુઓ પછી શું થયું..!

ગીર સોમનાથ જિલ્લામાં આવેલ વડનગર ગામે અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિક રોજગારીના મુદ્દાને લઈને છેલ્લા 22 દિવસથી ગાંધીસિંધ્યા માર્ગે આંદોલન ચાલતું હતું. જેમાં આમરણ ઉપવાસ પર બેસેલા વડનગર ગામના સ્થાનિક યુવાનો અને કંપની સત્તાધીશો વચ્ચે સમાધાન થતાં આંદોલનનો સુખદ અંત આવ્યો છે.

વડનગર ગામના અગ્રણીઓ દ્વારા અન્નનો ત્યાગ કરી આંદોલન આગળ ધપાવી રહ્યા હતા. પરંતુ છેવટે કંપની અને આંદોલનકારી વચ્ચે સમાધાન થયું છે. છેલ્લા ઘણા સમયથી કંપની કે, તંત્રના અધિકારીઓ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં કોઈ હકારાત્મક વલણ દાખવતા નહોતા, ત્યારે આંદોલનકારી પ્રવીણ રામ આ લડતમાં સક્રિય થતાં આંદોલન વધારે ઉગ્ર બન્યું હતું. આંદોલન દરમ્યાન અનેક મહિલાઓએ કંપનીના રસ્તાઓ બંધ કરી કંપનીની મુખ્ય ઑફિસમાં પણ ધામા નાખ્યા હતા. જેમાં કંપનીના અધિકારીઓએ પ્રવીણ રામ અને ગામના અગ્રણીઓ સાથે બેઠકનો ધમધમાટ યથાવત રાખ્યો હતો. અંતે રાતે 9 વાગ્યાની આસપાસ સ્થાનિક રોજગારીની માંગણીઓને લઈને કંપની લેખિતમાં આપવા તૈયાર થઈ ગઈ હતી. કંપની અને સ્થાનિક આંદોલનકારીઓ વચ્ચે સમાધાનના ભાગરૂપે કંપનીમાં હવે કોઈ ભરતી થશે તો પહેલા સ્થાનિકોને પ્રાથમિકતા આપવામાં આવશે, વડનગર ગામના બેરોજગાર યુવાનોનો કંપનીની યાદીમાં સમાવેશ કરવો, કંપનીના અન્ય પ્લાન્ટમાં વધુમાં વધુ યુવાનોને રોજગારી આપવી તેમજ ગામના વિકાસ માટે આપવામાં આવતી ગ્રાન્ટમાં 8 લાખ રૂપિયાનો વધારો કરી વાર્ષિક 30 લાખ કરવામાં આવે તેવી તમામ માંગણીઓ કંપનીએ લેખિતમાં આપી હતી. અંતે છેલ્લા 23 દિવસથી અંબુજા સિમેન્ટ કંપની સામે ચાલતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો.

Latest Stories