ગીરસોમનાથ : પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર, સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ કર્યા મહાદેવના દર્શન

New Update
ગીરસોમનાથ : પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર, સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ કર્યા મહાદેવના દર્શન

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વેરાવળ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોને ભીડનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો, ત્યારે સોશિયલ ડિસ્ટન્સ સાથે મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ ખાતે વહેલી સવારથી જ 3500 જેટલા ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેમાં એક દિવસમાં લગભગ 4 હજાર જેટલા ભક્તોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી સોમનાથ મંદિર પરિષરમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.

કોરોના વાયરસની મહામારી વચ્ચે સોમનાથ ખાતે આવી પહોચેલા તમામ ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મંદિર પરિષરમાં બેરીકેટ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત 6-6 ફૂટના અંતરે સર્કલ બનાવી એક પછી એક ભક્ત ઉભા રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સોમનાથ દાદાના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે.

Latest Stories