સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સમંથા રુથ પ્રભુના જીવનમાં ખુશીઓનું આગમન થયું છે. અભિનેત્રી માતા બની ગઈ છે અને આ સમાચારથી તેના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 39 વર્ષની ઉંમરે માતા બનેલી સમંથાએ પોતાના જીવનની આ ખાસ ક્ષણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. એટલું જ નહીં, તેણે પોતાના નવજાત બાળકની પહેલી ઝલક પણ ચાહકોને બતાવી છે.

સમંથા રૂથ પ્રભુ અને તેના પતિ તથા ફિલ્મ નિર્માતા રાજ નિદિમોરુના ઘરે પુત્રનો જન્મ થયો છે. બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ખુશખબર આપી હતી. અભિનેત્રીએ પોતાના પુત્રનું નામ ‘દેવ નિદિમોરુ’ રાખ્યું છે. શેર કરવામાં આવેલી તસવીરમાં નવજાત બાળકની નાનકડી આંગળીઓ સમંથા અને રાજની આંગળીઓ પકડેલી જોવા મળે છે. આ તસવીર સાથે બંનેએ પોતાના જીવનની ખુશી વ્યક્ત કરી હતી.
સમંથા અને રાજે પોતાના પુત્રનું નામ દેવ નિદિમોરુ રાખ્યું છે. અભિનેત્રીએ તસવીર સાથે ભાવુક સંદેશ પણ લખ્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે તેમના જીવનમાં આ સૌથી ખુશીની ક્ષણ છે. બાળકની નાનકડી આંગળીઓની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવતા જ ચાહકો અને ફિલ્મી જગતના લોકો તરફથી અભિનંદનનો વરસાદ શરૂ થયો છે. પુત્રના જન્મના થોડા દિવસ પહેલાં સમંથા અને રાજે ઘરે પરંપરાગત પૂજાનું આયોજન કર્યું હતું.
સમંથા રુથ પ્રભુ અને રાજ માટે આ ખાસ ક્ષણ છે, કારણ કે બંનેના જીવનમાં પ્રથમ સંતાનનું આગમન થયું છે. પુત્રના જન્મના સમાચાર જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અને શુભેચ્છકો તરફથી અભિનંદન મળી રહ્યા છે. અભિનેત્રીની આ નવી શરૂઆતને લઈને તેના પ્રશંસકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
