ભરૂચના આમોદમાં આયોજન
આમોદ તાલુકા પંચાયત ખાતે આયોજન
જી રામજી યોજના અંગે અપાયું માર્ગદર્શન
અધિકારીઓ અને તલાટીઓ રહ્યા ઉપસ્થિત
ગામના સર્વાંગી વિકાસ માટે અપાયા સૂચનો
ભરૂચ: આમોદ તાલુકા પંચાયત ખાતે ‘વિકસિત ભારત–જી રામજી યોજના’ અંગે માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની આમોદ તાલુકા પંચાયત ખાતે ‘વિકસિત ભારત–જી રામજી યોજના’ના અસરકારક અમલીકરણને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તાલુકાના તમામ સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન યોજનાની વિવિધ જોગવાઈઓ અને અમલીકરણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને 125 દિવસની રોજગાર ગેરંટી, શ્રમિકોને સમયસર વેતનની ચુકવણી, ચુકવણીમાં વિલંબ થાય તો વળતરની જોગવાઈ, તેમજ ગ્રામસભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજના (VGPP) તૈયાર કરવાની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત ગ્રામ્ય વિકાસ સાથે જોડાયેલી વિવિધ યોજનાઓનું સંકલન કરીને ગામોના સર્વાંગી વિકાસને વેગ આપવાની દિશામાં ભાર મૂકાયો હતો. બેઠકના અંતે ‘ગામના વિકાસથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા ગ્રામ્ય સ્તરે આયોજનબદ્ધ વિકાસ અને રોજગારની તકોને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
