/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/22120446/maxresdefault-107-212.jpg)
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીમાં 81 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. 8 બેઠકોની પેટાચૂંટણી ઉપર આખરે ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં લિંબડી બેઠક ઉપર સૌથી વધુ 14 ઉમેદવારો મેદાનમાં છે. તો કપરાડા બેઠક ઉપર સૌથી ઓછા માત્ર 4 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. સાથે જ કચ્છની અબડાસા બેઠક ઉપર 10 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. જોકે વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીમાં 53 જેટલા અપક્ષ ઉમેદવારો પણ મેદાને આવ્યા છે.
ચૂંટણી પંચની યાદી મુજબ, ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીમાં 81 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે હવે 8 બેઠકોની પેટાચૂંટણી ઉપર આખરે ચિત્ર સ્પષ્ટ થયું હોય તેમ લાગી રહ્યું છે. જોકે આઠેય બેઠકોની પેટાચૂંટણીમાં 53 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ કોંગ્રેસની હાર જીત ઉપર અપક્ષ ઉમેદવારો સીધી અસર કરી શકે છે. આ અપક્ષ ઉમેદવારો લિંબડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સૌથી વધુ છે. કુલ 14 ઉમેદવારોમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો 11 મેદાનમાં છે, ત્યારે મોરબી બેઠક પર અપક્ષ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસના મત તોડી શકે છે. આવામાં બન્ને રાજકીય પક્ષો માટે મોરબી બેઠક પરની જીત કપરી બની રહેશે. મોરબી અને ગઢડા બેઠક ઉપર 12-12 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. અમરેલી ધારી બેઠક ઉપર 11 ઉમેદવારો વચ્ચે જંગ છે. તો કરજણ અને ડાંગ બેઠક ઉપર 9-9 ઉમેદવારો મેદાનમાં છે. જોકે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાના અંતિમ દિવસે કુલ 21 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી.