ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સુદીપકુમાર નંદા 68 વર્ષની વયે  શુક્રવારે નિધન થયું છે.

તેઓ તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા. ત્યાં જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ જ્યારે નિવૃત્ત થયા ત્યારે તેમનું પોસ્ટીંગ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ તરીકે થયું હતું. તેમની કારકિર્દીમાં તેમણે એવા ઘણાં નિર્ણયો લીધા હતા કે જે લોકોની સુખાકારી માટે મહત્વના હતા.

ડૉ. એસ.કે.નંદા નિવૃત્ત આઈએએસ અધિકારી હતા.ગુજરાત સરકારમાં તેમની કારકિર્દી મહત્ત્વપૂર્ણ રહી. તેઓ ગુજરાતના મહત્ત્વના વિભાગો જેવા કે હેલ્થટુરિજમઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગફાઈનાન્સફૂડ એન્ડ સિવિલ સપ્લાયફોરેસ્ટ એન્ડ એન્વાયરોન્મેન્ટ સંભાળી ચૂક્યા હતા.  તેમણે મેનેજમેન્ટ તથા વહીવટફાઈનાન્સ અને હેલ્થ સેક્ટરમાં સારો એવો અનુભવ હતો.