ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ, શુભેચ્છાઓનો વહયો ધોધ

New Update
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ, શુભેચ્છાઓનો વહયો ધોધ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. તેમના જન્મદીવસ નિમિત્તે દેશ અને રાજયભરમાંથી તેમની ઉપર શુભેચ્છાઓનો ધોધ વહી રહયો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મ દિવસ છે અને કનેકટ ગુજરાત પરિવાર તેમને યશસ્વી જીવન અને કારર્કિદી માટે હાર્દિક શુભેચ્છા પાઠવે છે. શુભેચ્છા માટે અમે સંસ્કૃત શબ્દ શતં જીવેમ શરદ શતં શ્રુણુયામ શરદ શતમ…નો પ્રયોગ કરી રહયાં છે. પ્રાચીન કાળમાં જન્મદિવસની શુભેચ્છા આપવા માટેની આ પ્રાચીન પરંપરા છે. 

આપણે ત્યાં શિયાળો, ઉનાળો અને ચોમાસુંની ત્રણ મુખ્ય રૂતુ અને શિશિર, હેમંત, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ ઋતુ છે. રૂતુને અનુસરી વેદકાલીન સમયમાં જન્મદિનની શુભેચ્છા આપવામાં આવતી હતી. વર્તમાન સમયે પશ્ચમી સંસ્કુતિને અનુસરી આપણે સૌ કોઇ હેપી બર્થ ડે કહી જન્મદિનની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ત્યારે વેદકાલીન સમયમાં તૈતિરીય ઉપનિષદ અને પારાસર ગૃહ્ય સુત્રોમાં જન્મદિનની શુભેચ્છા પાઠવવા અને આશીર્વાદ આપવા માટે ‘શતં જીવેમ શરદ શતં શ્રુણુયામ શરદ શતમ’ એમ કહી શુભેચ્છાઓ આપવામાં આવતી હતી. જેનો અર્થ સો શરદ ઋતુઓ સુધી જીવીત રહે છે તેવો ઉલ્લેખ છે. 

હવે વાત કરીશું મુખ્યમંત્રી વિજય રૂપાણીની… તેમનો જન્મ 2 ઓગષ્ટ 1956ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો તે જન્મે બર્મીઝ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતાં. 1971થી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું છે.

1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી હતી. રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતાં. તેઓ રાજકોટ વિધાનસભા સીટ પરથી વિધાનસભાની ચુંટણી લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો. જેમાં તેની પાસે પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગ હતા. બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ 2018ના જાન્યુઆરીમાં બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતાં. તેઓ 4 વર્ષથી રાજ્યનું સુકાન સંભાળી રહ્યા છે.

Latest Stories