Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

સિડની મોલમાં છરાબાજીમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ, હુમલાખોર ઠાર મરાયો

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક શોપિંગ મોલમાં છરાબાજી અને ફાયરિંગની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો.

સિડની મોલમાં છરાબાજીમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ, હુમલાખોર ઠાર મરાયો
X

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક શોપિંગ મોલમાં છરાબાજી અને ફાયરિંગની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. વેસ્ટફિલ્ડ મોલની અંદર છરાબાજીના સમાચાર મળતા જ અફડાતફડી મચી ગઈ હતી અને સેંકડો લોકો અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે બોન્ડી જંકશન પર ગોળીબારનો અવાજ સંભળાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ત્યાં ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઓપરેશનને કારણે વિસ્તારને પણ ખાલી કરાવવામાં આવ્યો હતો

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, મોલની અંદરથી સતત ગોળીબારનો અવાજ સંભળાયો, ત્યારબાદ લોકો ભાગવા લાગ્યા. મળતી માહિતી મુજબ, મોલમાં ચાર લોકો પર છરી વડે અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો, જે બાદ પોલીસે જવાબી કાર્યવાહી કરતા ચાકુવાળા પર ગોળીબાર કર્યો હતો. વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે અને ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ અને પોલીસના વાહનોની સોશિયલ મીડિયા પર તસવીરો છે.

Next Story