ભાવનગર: ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમા બુથ પ્રમુખોનું સંમેલન યોજાયું, 1 હજારથી વધુ બુથ પ્રમુખો રહ્યા હાજર

આ વર્ષે આપણે 26એ 26 સીટ જીતવાની છે તે ધ્યાને રાખજો

New Update
ભાવનગર: ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમા બુથ પ્રમુખોનું સંમેલન યોજાયું, 1 હજારથી વધુ બુથ પ્રમુખો રહ્યા હાજર

ભાવનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં બુથ પ્રમુખ સંમેલન યોજાયું હતું જેમાં સી આર પાટીલે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં આપણે ભલે 156 સીટ જીત્યા પરંતુ આપણે થોડીક ભૂલ ના કારણે બીજી 26 સીટ ગુમાવી નહિતર આપણે 176 સીટ જીત્યા હોત ત્યારે આ વર્ષે આપણે 26એ 26 સીટ જીતવાની છે તે ધ્યાને રાખજો આ સંમેલનમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧૦૦૦ થી બુથ પ્રમુખ હાજર રહ્યા હતા.

ક્ષત્રિય સમાજના વિરોધના કારણે કોઈ અસર ના થયા તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો