BJPના ઉમેદવારોના નામની જાહેરાતને લઈ મોટા સમાચાર, આ તારીખે આવી શકે છે લીસ્ટ..

ઉમેદવારોના નામની યાદી દિલ્હીમાં બતાવવામાં આવશે જે બાદ એટલે કે, 9 અને 10 નવેમ્બરે દિલ્લીથી ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે.

New Update
BJPના ઉમેદવારોના નામની જાહેરાતને લઈ મોટા સમાચાર, આ તારીખે આવી શકે છે લીસ્ટ..

ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં139 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે તો કોંગ્રેસ ગઈ કાલે 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

આ બધાની વચ્ચે સૌ કોઈની નજર ભાજપના ઉમેદવારોના નામ જાહેર થવા પર છે વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપનું મંથન પૂર્ણ થયું છે. જેમાં પ્રદેશ ભાજપની પર્લામેન્ટરી બોર્ડની ત્રણ દિવસની બેઠક પૂર્ણ થઈ છે. 9 અને 10મી તારીખે કેન્દ્રીય ભાજપ ઉમેદવારો અંગે કરશે ફરી મોટું મંથન કરશે. વિધાનસભાની તમામ 182 બેઠકોના ઉમેદવારો મુદ્દે થઈ ચર્ચા છે. ભાજપે તમામ 182 બેઠકોના સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે. દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી છે.

અમિત શાહના અધ્યક્ષસ્થાને પ્રદેશ ભાજપની પર્લામેન્ટ્રી બોર્ડની 3 દિવસની બેઠક આજે પૂર્ણ થઈ છે જેમાં વિધાનસભાની તમામ 182 બેઠકોના ઉમેદવારો મુદ્દે ચર્ચા થઈ છે. જેમાં દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી છે. જે ઉમેદવારોના નામની યાદી દિલ્હીમાં બતાવવામાં આવશે જે બાદ એટલે કે, 9 અને 10 નવેમ્બરે દિલ્લીથી ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે.

Latest Stories