ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુદ્ધ આજરોજ આરોપનામું જાહેર કરવામાં આવ્યું છે. 21 મુદ્દાના આરોપનામામાં વિવિધ પ્રશ્ને ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા કોંગ્રેસે ભાજપ સરકાર પર 21 મુદ્દાનું તહોમતનામું જાહેર કર્યું છે. કોંગ્રેસ દ્વારા ભાજપના વિકાસના નામે કરવામાં આવેલા ભ્રષ્ટાચારોની 21 જેટલા મુદ્દાની એક ચાર્જશીટ પ્રજા સમક્ષ રજૂ કરી છે. તેમાં પણ બેરોજગારી, આરોગ્ય, બોટાદ લઠ્ઠાકાંડ, મોરબી દુર્ઘટના અને ભરતી કાંડ, પેપર લીક કાંડના સહિતના પાંચ વર્ષની ભાજપ સરકાર સામે વિવિધ મુદ્દાનું આરોપનામું પ્રજા સામે મૂકવામાં આવ્યું છે.
કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ 20 મુદ્દાનું ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સામે તહોમતનામું લઈને અમે આવ્યા છીએ. ભાજપની નીતિ ગુમરાહ કરવાની, લોકોને મુખ્ય મુદ્દાથી ભટકાવવાની છે. લોકોને પ્રાથમિક સુવિધાઓ શિક્ષણ, આરોગ્ય, આવક, ધ્યાન ભટકાવે છે. રૂપાણીનું સિંગલ એન્જિન બગડ્યું એટલે ભૂપેન્દ્ર પટેલને લાવ્યા છે. ગુજરાત એક વિકાસશીલ રાજ્ય છે, કોંગ્રેસને શાસન આપ્યું અને વિકાસ થયો છે. નાના અને મોટા બધા જ ઉદ્યોગો અને જીઆઈડીસી પણ કોંગ્રેસના સમયમાં થઈ.