કોણ છે ઢેલીબેન? જેમને ભાજપે કુતિયાણાના કિંગ કાંધલ જાડેજાને ટક્કર આપવા મેદાને ઉતાર્યા

કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી પૂર્વ NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે

New Update
કોણ છે ઢેલીબેન? જેમને ભાજપે કુતિયાણાના કિંગ કાંધલ જાડેજાને ટક્કર આપવા  મેદાને ઉતાર્યા

કુતિયાણાની ખુરશી પર કબજો કરવા માટે ત્રણ-ત્રણ મેર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ વખતે BJPએ કાંધલ જાડેજાને કુતિયાણાના કિંગ બનતાં રોકવા માટે મહિલા ઉમેદવાર એવાં ઢેલીબેન ઓડેદરાને મેદાને ઉતાર્યા છે

2022ની વિધાનસભા ચૂંટણી કુતિયાણામાં ત્રણ મેર ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે વર્ષોથી ગુજરાતના રાજકારણમાં કુતિયાણા બેઠકની ચર્ચા કેન્દ્રસ્થાને રહેતી હોય છે આ વખતે પણ બેઠક પર ત્રણ ઉમેદવારો મેર જ્ઞાતિના છે કાંધલ, નાથાભાઈ અને ઢેલીબેન ત્રણેય મેર જ્ઞાતિના છે….

કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી પૂર્વ NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. આ વખતે ભાજપે કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે નાથા ઓડેદરાને ટિકિટ આપી છે. વિધાનસભાની આ ચૂંટણીમાં અહીં હાલના ધારાસભ્ય કાંધલ જાડેજાને NCPએ મેન્ડેટ આપવાનો ઈનકાર કર્યા બાદ અપક્ષ અને સપાના ઉમેદવાર તરીકે એમ બે ફોર્મ ભર્યા છે..

કોણ છે ઢેલીબેન ઓડેદરા..?

ઢેલીબેન ઓડેદરાએ ઉમેદાવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેાલ સોગંદનામામાં આપેલી માહિતી અનુસાર, ઢેલીબેન ઓડેદરાનો જન્મ તારીખ 01 મે, 1963ના રોજ કુતિયાણા તાલુકાના કોટડા ગામે થયો હતો. તેમની પાસે 3.02 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેમની સામે એકપણ ગુનો નોંધાયેલો નથી. તેઓ 1995થી અત્યારસુધી કુતિયાણા નગરપાલિકામાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં છે.

2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસપીનુ ગઠબંધન નહીં થયું હોવા છતા કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.

Latest Stories