ગુજરાત : લીંબડીના પુર્વ ધારાસભ્ય સોમા પટેલનું કોંગ્રેસે કર્યું સ્ટીંગ ઓપરેશન, ભાજપ- કોંગ્રેસ વચ્ચે રાજકીય તણાવ

New Update
ગુજરાત :  લીંબડીના પુર્વ ધારાસભ્ય સોમા પટેલનું કોંગ્રેસે કર્યું સ્ટીંગ ઓપરેશન, ભાજપ- કોંગ્રેસ વચ્ચે રાજકીય તણાવ

ગુજરાતની આઠ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણી માટે રવિવારે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડધમ શાંત થઇ ગયાં છે પણ દિવસ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રાજકીય તણાવ જોવા મળ્યો હતો. લીંબડીના પુર્વ ધારાસભ્ય સોમા પટેલનું સ્ટીંગ ઓપરેશન કરી કોંગ્રેસે ભાજપને બેકફુટ પર લાવી દીધી હતી.

રાજયસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધી હતી. તેમની ખાલી પડેલી જગ્યાઓ માટે 3 નવેમ્બર મંગળવારના રોજ મતદાન થવા જઇ રહયું છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલાં પાંચ ધારાસભ્યોને ટીકીટ આપી છે. છેલ્લા એક મહિના ઉપરાંતથી ભાજપ અને કોંગ્રેસ પ્રચારકાર્યમાં જોતરાય ગયાં છે. રવિવારે પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ લીંબડીના પુર્વ ધારાસભ્ય સોમા ગાંડા પટેલના સ્ટીંગ ઓપરેશનની કલીપ બહાર પાડી હતી.

સોમા ગાંડા પટેલની કલીપ બહાર પાડી કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું હતું. ભાજપ સત્તાની લાલચ આપી કે પછી પૈસા આપીને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી રહી છે. ભાજપની આવી સત્તાલાલસા લોકશાહી માટે ઘાતક છે તેમ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

કોંગ્રેસે ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ સામે પણ આક્ષેપો કર્યા હતાં અને ડીલમાં તેમનો હાથ હોવાનો આરોપ મુકયો હતો. પોતાનું નામ આવતાંની સાથે સી.આર. પાટીલ તાત્કાલિક સુરત ખાતે પત્રકારોની રૂબરૂ થયાં હતાં. તેમણે કહયું કે, કોંગ્રેસે બહાર પાડેલી કલીપમાં કયાંય સોમા પટેલનો ચહેરો દેખાતો નથી. કોંગ્રેસ લોકોને ગુમરાહ કરી રહી છે.

ગુજરાતની કરજણ, ધારી, લીંબડી, મોરબી, ડાંગ, કપરાડા અને ગઢડા બેઠક માટે પ્રચાર પડધમ શાંત થઇ ગયાં છે. હવે ડોર ટુ ડોર પ્રચાર ચાલુ થઇ ચુકયો છે. 8 બેઠકો માટે 80 જેટલા ઉમેદવારોના ભાવિ મતદારો 3 તારીખે ઇવીએમમાં સીલ કરી દેશે. જયારે 10મી નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

Latest Stories