ગાંધીનગર : કોરોના માહામારીમાં ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી સહાય

New Update
ગાંધીનગર : કોરોના માહામારીમાં ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી સહાય

રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકો અને ઉદ્યોગપતિ અને અનેક ધર્મોના ધર્મચાર્યો સાથે મિટિંગ યોજી હતી. રાજ્યપાલે રાજ્યના સમર્થ અને ઉદ્યોગપતિઓને અપીલ મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન કરવા અપીલ કરી હતી.

દેશની સાથે રાજ્યમાં કોરોનાનો હાહાકાર યથાવત છે ત્યારે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હવે સક્રિય થયા છે. ત્યારે અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકો અને વરિષ્ઠ નાગરિકો સાથે રાજ્યપાલે એક સંવાદનું આયોજન કર્યું હતું. આ મિટિંગમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને અનેક ધર્મોના ધર્મચાર્યો પણ ઉપસ્થિત રહયા હતા. મિટિંગમાં કોરોના વોરિયર્સને કેવી રીતના મદદ કરી શકાય તેના પર ચર્ચા કરવામાં આવી. આ તબક્કે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય એ જણાવ્યું કે, કોરોના વિકરાળ બન્યો છે અને તંત્ર સતત લડાઈ કરી રહ્યું છે ત્યારે એક ટિમ બનાવી લડવું પડશે.

રાજ્યના સાધુ સંતો ને અપીલ છે કે આસપાસના લોકોને મદદ કરે. 3 લાખ અધ્યાપકને પણ આ મિશનમાં સામેલ કરવામાં આવ્યા છે. 1 લાખ કીટ પણ બનાવામાં આવી છે જે કોરોના વોરિયર્સના ઘરે પોંહચાડવામાં આવશે. રાજ્યપાલે મુખ્યમન્ત્રી રાહત ફંડમાં 25 લાખનું અનુદાન આપ્યું અને રાજ્યના સમર્થ અને ઉદ્યોગપતિઓને પણ અપીલ કરી કે શક્ય બને તેટલું અનુદાન સીએમ રાહત ફંડમાં કરે.

Latest Stories