Connect Gujarat
ગુજરાત

કચ્છ: પંજાબમાં વાગશે કરછીમાંડુનો ડંકો ? સાંસદ વિનોદ ચાવડાની વિધાનસભાની ચૂંટણીમાં સહપ્રભારી તરીકે નિમણૂક

કચ્છના સાંસદ વિનોદ ચાવડાને ભાજપે આપી મોટી જવાબદારી, પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સહપ્રભારી તરીકે નિયુક્ત થયા.

X

Noકચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડાની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સહ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે વિનોદ ચાવડાએ કહ્યું કે,પંજાબમાં પ્રચાર કરી ભાજપની જ્વલંત જીત માટે પ્રયાસો કરવામાં આવશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા પંજાબ ખાતે યોજાનાર આગામી વિધાનસભા ચૂંટણી અંતર્ગત કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની પંજાબના સહ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. કચ્છનાં નેતાને અતિ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાતા કચ્છ ભાજપ અને સાંસદના ટેકેદારો સાથે લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.

સતત બે ટર્મથી ચૂંટાઈને કચ્છના સાંસદ પદે રહેલા વિનોદ ચાવડાની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે સહ પ્રભારી તરીકેની જાહેરાત થતાં જ તેમના ચાહક વર્ગે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો ધોધ વહાવી દીધો છે.ચૂંટણીમાં પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સેખાવત અને સહ પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી, મીનાક્ષી લેખીની સાથે વિનોદ ચાવડાની સહ પ્રભારી તરીકે નિમણૂક થઇ છે.

વિનોદ ચાવડાએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પંજાબનો પ્રવાસ શરૂ કરશે અને ચૂંટણી પ્રચારની કમાન સંભાળી ભાજપની જીત માટે પ્રયાસો કરવામાં આવશે.

Next Story