Connect Gujarat
ગુજરાત

ભારતીય જળસીમામાંથી 50 કિલોહેરોઈન ઝડપાયું; 250 કરોડનો જથ્થો જપ્ત

ભારતીય જળસીમામાંથી 50 કિલોહેરોઈન ઝડપાયું; 250 કરોડનો જથ્થો જપ્ત
X

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભારતીય જળસીમામાંથી 50 કિલો હેરોઇન ઝડપી પાડ્યું છે અને હેરોઇન સાથે 7 ઈરાની નાગરિકોની ધરપકડ કરી છે ભારતીય જળસીમા હેરોઇનની હેરાફેરી મામલે બાતમી મળતા પોલીસ તંત્રનું સફાળું જાગ્યું હતું અને હિરોઈન ની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે.

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ ઝડપેલા આ હિરોઈનની કિંમત કરોડમાં હોવાનું મનાઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ પ્રકારના ડ્રગ્સની કિંમત 250 કરોડ હોવાનું જણાઈ રહ્યું છે અગાઉ ભારતીય જળસીમામાં ગેરકાયદે ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે ત્યારે હવે વધુ 50 કિલો હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે થોડા દિવસ અગાઉ પણ કચ્છના મુન્દ્રા બંદર પરથી સંદિગ્ધ એવા કન્ટેનરની તપાસ કરતા માદક પદાર્થનો જંગી જથ્થો ઝડપાયો હતો, જેમાં 3000 કરોડથી વધુના ડ્રગ્સનો પર્દાફાશ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી મુન્દ્રા બંદર માદક પદાર્થોની હેરાફેરી કરવાની બાતમી મળતા ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ તપાસ હાથ ધરી હતી જેમાં મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જ્યારે આજે વધુ 50 કિલો હેરોઇન સાથે સાત જેટલા ઈરાની નાગરિકોની ધરપકડ કરતા સમગ્ર મામલે ગુજરાત ATS એ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પકડાયેલ સાત ઈરાની નાગરિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તો અનેક સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ છે

Next Story
Share it