અમરેલી સાવરકુંડલા પાલિકાને MLA મહેશ કસવાળાના હસ્તે 1 જેસીબી અને 7 કચરા ગાડી અર્પણ કરાઇ

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ભીનો, સુકો કચરો ભરવા માટે ડોર ટુ ડોર જઈ શકે તેવી 7 કચરા ગાડી અને 1 જે.સી.બી.નું લોકાર્પણ ધારાસભ્ય મહેશ કસવાળાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું

New Update

અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાને ધારાસભ્ય મહેશ કાશવાળાના હસ્તે 1 કરોડના સાધનો અર્પણ કરાયા 

અમરેલી જિલ્લાની સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ભીનોસુકો કચરો ભરવા માટે ડોર ટુ ડોર જઈ શકે તેવી 7 કચરા ગાડી અને 1 જે.સી.બી.નું લોકાર્પણ ધારાસભ્ય મહેશ કસવાળાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના સતાધીશો અને શહેરના નાગરિકોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જે રીતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના વોર્ડમાં ઘરે ઘરે ફરીને કચરો ઉઘરાવી શકે તેવી 7 ગાડી ફાળવવામાં આવેલ હતી સાથે 1 જે.સી.બી. પણ ફાળવીને સરકારના સ્વચ્છતા મિશનને ખરા અર્થમાં સાર્થક કરવાના ધ્યેયથી કાર્ય કરતું હોવાનું ધારાસભ્ય મહેશ કસવાળાએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું જ્યારે છેલ્લા એક દોઢ વર્ષથી જે રીતે પાલિકા તંત્ર દ્વારા શહેર સફાઈ અભિયાન અને સ્વચ્છતા મિશન અંતર્ગત જે કામગીરીઓ કરી રહ્યું છે તે પણ ઉડીને આંખે વળગે તેવી કામગીરીઓ માટે પાલિકા તંત્રના અધિકારીઓ અને સતાધીશોની કુનેહને આભારી હોવાનું ધારાસભ્ય મહેશ કસવાળાએ જણાવ્યું હતું

 

Latest Stories