Connect Gujarat
ગુજરાત

અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં 102 હત્યા, RTIમાં મળી વિગતો

અમદાવાદમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અમદાવાદના તમામ 48 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુના અંગેની માહિતી મગાઇ હતી

અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં 102 હત્યા, RTIમાં મળી વિગતો
X

અમદાવાદમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અમદાવાદના તમામ 48 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુના અંગેની માહિતી મગાઇ હતી જેમાં એપ્રિલ-2019થી માર્ચ-2022 દરમિયાન શહેરમાં 102 મર્ડર, 315 બળાત્કાર, 4105 ધાડ-લૂંટ અને ચોરી, 144 ખૂનનો પ્રયાસ, 360 છેડતી, 298 બાળકો સામે ગુના, 26,108 પ્રોહિબિશન સંબંધિત ગુના નોંધાયા હતા. સામૂહિક હુમલા, છેતરપિંડી, દહેજ, ડોમેસ્ટિક વાયલન્સ, હથિયાર અને એટ્રોસિટી એક્ટ મળીને કુલ 5,324 કેસ દાખલ થયા હતા.

આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ હત્યા શહેરકોટડા પોલીસ, બળાત્કારના કેસ કૃષ્ણનગર પોલીસ માં, સૌથી વધુ ધાડ-લૂંટ-ચોરીના કેસ સોલા, પ્રોહિબિશનના કેસ સરદારનગર પોલીસ માં નોંધાયા હતા. આ આંકડા અમદાવાદમાં 48 પૈકી 24 પોલીસ સ્ટેશનમાંથી આર ટી આઈ મુજબ માહિતી મળી છે. અન્ય 24 પોલીસ સ્ટેશનમાં આંકડા વધુ હોવાથી માહિતી આપવાનું ટાળ્યું હતું. આ અંગે માહિતી આયોગને ફરિયાદ થઈ છે. જે પોલીસ સ્ટેશન માહિતી આપી નથી તેમની સામે કોર્ટમાં કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે.તો છેલ્લા 3 વર્ષમાં શહેરમાં ડ્રગ્સ માત્ર 8 જ કેસ નોંધાયા હતા. એપ્રિલ-2019થી માર્ચ-2022 દરમિયાન બાપુનગર અને ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં 2-2 કેસ નોંધાયા હતા, જ્યારે શાહીબાગ, ગાયકવાડ હવેલી, સાબરમતી, શાહપુર, નારણપુરા પોલીસ સ્ટેશનમાં 1-1 કેસ નોંધાયો હતો. શહેરકોટડા, સરદારનગર, સોલા પોલીસમાં કુલ 38 મર્ડર કેસ, જ્યારે કૃષ્ણનગર, નિકોલ, બાપુનગર, સાબરમતી પોલીસમાં બળાત્કારના કુલ 127, સોલા, નિકોલ, શહેરકોટડા, વસ્ત્રાપુર પોલીસ માં લૂંટ-ચોરી ના કુલ 1379 કેસ નોંધાયા હતા. સૌથી વધુ 8,355 દારૂના કેસ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા.

Next Story