રાજકોટ : લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોતની શંકા....

રાજકોટ : લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોતની શંકા....
New Update

રાજકોટમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે ધો.12નો વિદ્યાર્થી ચક્કર ખાઇ બેભાન થઈ ઢળી પડ્યો હતો, આથી સાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી. 

વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારને જાણ કરવામાં આવી હતી. આથી પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા છે. હાલ તો વિદ્યાર્થીનું મોત હાર્ટ-એટેકથી થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીનું નામ મુદિત અક્ષયભાઈ નડિયાપરા છે.

પુત્રના મોતથી પિતા હોસ્પિટલમાં ભાંગી પડ્યા હતા. મુદિતને માત્ર સામાન્ય શરદીની તકલીફ હતી. પાંચ પિરિયડ પૂરા થયા બાદ રિસેસ હતી. ત્યાર બાદ પરીક્ષા આપવા ક્લાસમાં બેઠો હતો ત્યારે અચાનક ચક્કર ખાઇની ઢળી પડ્યો હતો. સવારે અંગ્રેજીના પિરિયડમાં સારી રીતે વાંચ્યું હતું. તેની તબિયત ખરાબ હોય તેવું શિક્ષકોને જરા પણ લાગતું નહોતું. 

મુદિત નળિયાપરાની ઉંમર 17 વર્ષ છે અને ધો. 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. મુદિતના પિતા અક્ષયભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવે છે.

#Rajkot #Heart attack #Student Heart Attack
Here are a few more articles:
Read the Next Article