ગુજરાતમાં આજે કોરોનાના 13 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. રાજ્યમાં હાલ 155 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,140 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં 10081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે એક મોત થયું છે. સુરતમાં કોરોના સંક્રમણના કારણે એક મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4, દાહોદ 2, કચ્છ 2, વડોદરા કોર્પોરેશનમાં 2,જૂનાગઢ કોર્પોરેશન 1, સુરત કોર્પરેશન 1,અને વડોદરામાં 1 કેસ નોંધાયા હતા. આજે 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગુજરાતમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ અભિયાન પણ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજના દિવસમાં 5,13,874 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 4,50,37,451 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.