/connect-gujarat/media/post_banners/45ebca8552b7384a06dd238f9c0a26127531d67790d999925c6930354065cccc.webp)
ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 26 જાન્યુઆરી 2024ના રોજ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. દરવર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ઠ સેવાઓ અને કામગીરીને આધારે તેમણે મેડલ એનાયત કરવામાં આવશે. વિગતો મુજબ ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.જેમાં ભરૂચના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રદીપ મોંઘેનો પણ સમાવેશ થાય છે તેઓને પ્રેસિડન્સિયલ મેડલ ફોર મેરિટેરિયસ સર્વિસ એનાયત કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ વર્ષ ૨૦૧૪માં તેઓને પ્રેસિડન્સિયલ એવોર્ડ મળી ચુક્યો છે
- પ્રેમવીર સિંઘ, ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, અમદાવાદ
- નરેન્દ્રભાઈ ચૌધરી, એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ટ્રાફિક, અમદાવાદ
- કીરીટકુમાર ચૌધરી, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
- ભામરાજી જાટ, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
- ભગીરથસિંહ ગોહીલ, અનઆર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
- જલુભાઈ દેસાઈ, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- જયેશ ભાઈ પટેલ, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- દીલીપસિંહ ઠાકોર, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- અલ્તાફખાન પઠાણ, અનઆર્મ્ડ પોલીસ સબ ઈન્સપેક્ટર, ગુજરાત
- સુખદેવસિંહ ડોડીયા, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
- કમલેશભાઇ ચાવડા, PSI, ગુજરાત
- યોગેન્દ્રસિંહ રાઠોડ, PSI, ગુજરાત
- શૈલેશકુમાર દુબે, અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, ગુજરાત
- શૈલેશકુમાર પટેલ -અનઆર્મ્ડ PSI, ગુજરાત
- અભેસિંગ રાઠવા -અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, ગુજરાત
- પ્રદીપ મોંઘે- આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર,ભરૂચ