2 સગા ભાઈ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા : સાબરકાંઠાના પોશીનામાંથી પોણા ત્રણ કિલોનો જથ્થો જપ્ત કરાયો

New Update
2 સગા ભાઈ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા : સાબરકાંઠાના પોશીનામાંથી પોણા ત્રણ કિલોનો જથ્થો જપ્ત કરાયો

સાબરકાંઠા SOGએ પોશીના વિસ્તારમાં રાત્રિએ પેટ્રોલિંગ દરમિયાન પોશીના નજીકથી બનાસકાંઠાના 2 સગા ભાઈઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને શખ્સ સામે પોશીના પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

આ અંગેની વિગત એવી છે કે, SOGનો સ્ટાફ ગુરુવારે રાત્રે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, રાજસ્થાનથી પોશીના થઈને બનાસકાંઠાના 2 શખ્સો ગાંજાનો જથ્થો લઈને જવાના છે. જેને લઈને SOGની ટીમે પોશીનાના ગોયાનાકા પાસેથી રાજસ્થાનના માંડવાથી નીકળીને પોશીના થઈને બનાસકાંઠા બાઈક પર થેલીમાં ગાંજાનો જથ્થો લઇ જતા, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદમાં મસ્જીદ પાસે રહેતા આદિલ ઇકબાલ મનસુરી અને આરીફ ઇકબાલ મનસુરી નામના 2 સગા ભાઈઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પ્લાસ્ટીકની થેલીમાંથી 2 કિલો 913 ગ્રામ ગાંજો રૂ 29,130નો મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે રૂ 40 હજારની મોટરસાયકલ, 8 હજારના બે મોબાઈલ મળીને રૂ 77,130નો મુદ્દામાલ કબજે લઈને બે ભાઈઓ સામે પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોશીના પોલીસે NDPS એક્ટ મુજબ બે ભાઈઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories