Connect Gujarat
ગુજરાત

પાટડીના ગેડીયા ગામે પોલીસ એન્કાઉન્ટરમાં 2ના મોત, મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ કર્યો ઈન્કાર

પાટડીના ગેડીયા ગામે પોલીસ એન્કાઉન્ટરમાં 2ના મોત, મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ કર્યો ઈન્કાર
X

સુરેન્દ્રનગરના પાટડીના ગેડીયા ગામે પોલીસ ફાયરિંગમાં 2ના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યુ છે.માલવણ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ગુજસીટોકના આરોપીએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપી હનીફ ખાન ઉર્ફે કાળુખાન અને તેના પુત્ર મદીન ખાને પોલીસ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હોવાનો પોલીસે આક્ષેપ કર્યો છે.

આ હુમલાના સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં આરોપી હનીફ ખાન ઉર્ફે કાળુખાન અને તેના પુત્ર મદીન ખાનનું મુત્યુ થયું છે. જ્યારે અન્ય બે ને ઈજા થઈ છે.હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.LCB અને સ્થાનિક પોલીસનો કાફલો હોસ્પિટલ પહોચ્યો છે. તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે..

Next Story