જુનાગઢ સોનારડી પાસે કાર પલ્ટી મરી જતાં 2 લોકોને કાલ ભરખી ગયો

સોનારડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં

New Update

ગુજરાતના જુનાગઢ જિલ્લાના સોનારડી પાસે કાર અને બાઇક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના કરૂણ મોત નિપજ્યાં

મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના સોનારડી પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે. કાર અને બાઇક વચ્ચે ટક્કર બાદ કાર પલ્ટી મારી રોડની સાઇડમાં ઉતારી ગઈ હતી જેમાં કારમાં સવાર લોકોના ગંભીર ઇજાના કારણે કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા જ્યારે 2 યુવતી સહિત 4 લોકોને ગંભીર ઇજા પહોંચતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે..

Latest Stories