લાખો રૂપિયાનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો
GPCB અને પાલિકાની સંયુક્ત ટીમ દ્વારા કડક કાર્યવાહી
અંકલેશ્વર-હાલોલથી પ્લાસ્ટિક લઈ જવાતું હતું ઝારખંડ
અમદાવાદ-ઇન્દોર હાઇવે પરથી 2 ટ્રકોને ઝડપી લેવાય
5 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અને મુદ્દામાલ જપ્ત
પંચમહાલ જિલ્લામાંથી પસાર થતાં ઇન્દોર-અમદાવાદ હાઈવે પર હાલોલથી ઝારખંડ તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરીને જઈ રહેલી 2 ટ્રકને GPCB, દાહોદ પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડી હતી.
પંચમહાલ જિલ્લાના દાહોદ નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં હાલોલથી ઝારખંડ તરફ જતી પ્લાસ્ટિક ભરેલી 2 ટ્રકો RTO ચેકપોસ્ટ પાસેથી પકડવામાં આવી હતી. દાહોદ નગરપાલિકા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ પોલીસની સંયુક્ત કામગીરીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો.
વહીવટી તંત્રની ટીમોએ વોચ ગોઠવી પ્રતિબંધિત પ્લાસ્ટિક ભરેલી ટ્રકો પકડી હતી. 120 માઇક્રોન લખેલી થેલીઓની ચકાસણી કરાતા 30 માઇક્રોનની નીકળતા પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો. જોકે, અંકલેશ્વર અને હાલોલથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝારખંડ ખાતે લઈ જવાતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તો બીજી તરફ, માલ મંગાવનાર અને મોકલનાર સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.