ચોટીલાના કાળાસર ગામેથી 26 શકુનીઓ જુગાર રમતા ઝડપાયા, 14.26 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસને મળેલી બાતમીના આધારે વાડીમાં દરોડા પાડી પોલીસે ગંજીપાના વડે તીન પત્તીનો જુગાર રમતા 26 શખ્સોને ઝડપી પાડી 14.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update
chotila police

લીંબડી ડિવિઝન પોલીસે ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ગણેશભાઈ ધોરાળીયાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં પોલીસે ગંજીપાના વડે તીન પત્તીનો જુગાર રમતા 26 શખ્સોને પકડ્યા છે. 

જુગારધામ ચંદુભાઈ લાખાભાઈ ગાબુ દ્વારા ચલાવવામાં આવતું હતું. તેઓ બહારથી માણસો બોલાવીને બપોરના સમય પછી નિયમિત રીતે જુગાર રમાડતા હતા. પોલીસે આ કાર્યવાહીમાં કુલ રૂ. 14,26,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

પકડાયેલા આરોપીઓમાં રાજકોટ, મોરબી, ચોટીલા, બાબરા, સરધાર, જામનગર સહિતના વિવિધ વિસ્તારોના લોકોનો સમાવેશ થાય છે. વાડીના માલિક ગણેશભાઈ ધોરાળીયા અને એક અન્ય આરોપી વાસુભાઈ કુવરીયા ફરાર થઈ ગયા છે. 

નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ PSI એ.એમ.ચુડાસમા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 4,5 મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Latest Stories