ગોઝારો’ ઘાટ : ડાંગના સામગહાન-સાપુતારા વચ્ચે 9 KMના માર્ગમાં 3 બ્લેક સ્પોટ, અકસ્માતો નિવારવા તંત્રનું નિરીક્ષણ...

પ્રવાસીઓથી ધમધમતા ડાંગ જીલ્લામાં સાપુતારા ઘાટ માર્ગ એ ગોઝારો સાબિત થયો છે. સાપુતારા ઘાટ માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ સામે આવી છે

New Update
  • સાપુતારા ઘાટ માર્ગ ઉપર વધતી અકસ્માતોની ઘટના

  • અકસ્માતોની ઘટનાઓને નિવારવા તંત્ર દ્વારા કામગીરી

  • પોલીસહાઈવે ઓથોરીટી અને RTO પ્રશાસન કામે લાગ્યું

  • 9 કિમીના માર્ગ પર 3 બ્લેક સ્પોટ ખાતે નિરીક્ષણ કરાયું

  • માર્ગો પહોળા કરવાસાઈન બોર્ડ મુકવા સહિતના સૂચન 

ડાંગ જીલ્લાના સાપુતારા ઘાટ માર્ગ ઉપર વધતી અકસ્માતોની ઘટનાઓને નિવારવા પોલીસહાઈવે ઓથોરીટી અને RTO પ્રશાસન દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

પ્રવાસીઓથી ધમધમતા ડાંગ જીલ્લામાં સાપુતારા ઘાટ માર્ગ એ ગોઝારો સાબિત થયો છે. સાપુતારા ઘાટ માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. એટલું જ નહીંઅહી અકસ્માતોની ઘટનામાં અનેક લોકોના મોત પણ થયા છેત્યારે અકસ્માતની ઘટનાઓને નિવારવા માટે ડાંગ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડાંગ જીલ્લા પોલીસડાંગ RTO આધિકારી તેમજ નેશનલ હાઈવે વિભાગના અધિકારી દ્વારા સંયુક્ત રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે.

જેમાં ત્રણેય વિભાગના અધિકારીઓએ સામગહાન અને સાપુતારા વચ્ચેના 9 કિલોમીટરના માર્ગ પર 3 જેટલા બ્લેક સ્પોટ ખાતે નિરીક્ષણ કરી પોતાના મંતવ્યો જણાવ્યા હતા. વધુમાં જ્યાં પણ બ્લેક સ્પોટ છેત્યાં માર્ગો પહોળા કરવાજનજાગૃતિ માટે સાઈન બોર્ડ મુકવાબ્લીન્કીંગ લાઈટ લગાવવી તેમજ ટેકનીકલ ખામી દૂર કરવાના જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા.

Latest Stories