Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ઉર્જા નિગમની ભરતીમાં વધુ 3 નામ ખૂલ્યા, જુઓ કોના પર લગાવ્યો યુવરાજસિંહે આરોપ

ઉર્જા નિગમમાં બહાર આવ્યું છે ભરતી કૌભાંડ લાખો યુવાઓના ભાવિ સાથે ખીલવાડ...

X

રાજ્યમાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા અંગે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે ઊર્જા વિભાગની ભરતીમાં પરિવારવાદ અને સગાવાદ ચલાવવામાં આવ્યો છે. આખા કૌભાંડમાં ઈટલા પ્રાથમિક શાળાના 3 વ્યક્તિઓ મુખ્ય હોવાની તેમણે વાત કરી છે. શિક્ષક દિલીપ પટેલના સગા વિજય પટેલની ભરતી કરવામાં આવી છે તેવા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા છે.

વધુમાં તેમણે જણાવ્યુ કે શ્વેત પટેલ વચેટિયાની ભૂમિકામાં છે ઉપરાંત કૃપલબેન અને હેતશી પટેલ પણ ઓળખાણથી નોકરીમાં લાગેલા છે. વધુંમાં તેમણે શિખા પટેલ જેટકોમાં નોકરી કરે છે તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. સમગ્ર કૌભાંડમાં દિલીપ પટેલ અને અરવિંદ પટેલ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. કૌભાંડમાં અધિકારીઓના નામ પણ મળ્યા છે પરંતુ તેઓ ક્રોસ વેરિફાઈડ કરીને નામ જાહેર કરશે. એમડી સહિતની પોસ્ટ પર રહેલા કુલ 108 લોકો ખોટી રીતે નોકરીએ લાગ્યા છે.

Next Story