Connect Gujarat
ગુજરાત

અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે, રાજ્યમંત્રી મુળુ બેરાએ માઁ અંબાના દર્શન કર્યા...

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે,

X

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુ બેરાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું હતું.

યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે, ત્યારે માઁ આંબાના દર્શન કરીને ધન્યતા અનુભવતા મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે, માઁ અંબાના દર્શન અને પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ વિદેશમાં આવેલા માતાજીના 51 શક્તિપીઠોનું નિર્માણ અંબાજી ખાતે કરાવ્યું હતું. આગામી તા. 12થી 16 ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ગબ્બર ખાતેશ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાનાર છે. જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના હોય, જેથી સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અંબાજીના સર્વાંગી વિકાસ માટે પ્રવાસન વિભાગ અને ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અનેકવિધ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા હોવાનું રાજ્યમંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું.

Next Story