દ્વારકાના બરડીયા પાસે બે કાર અને ટ્રાવેલ્સ વચ્ચે થયો સર્જાયો અકસ્માત, 7 લોકોના મોત

દ્વારકાના બરડીયા નજીક ભયાનક અકસ્માત સર્જાયો, દ્વારકાના બરડીયા પાસે બે કાર અને ટ્રાવેલ્સ ટકરાઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરાઇ

New Update
MixCollage-28-Sep

દ્વારકાના બરડીયા નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, દ્વારકાના બરડીયા પાસે બે કાર અને ટ્રાવેલ્સ ટકરાઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.  અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખંભાળીયા અને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ અધિકારીઓનો કાફલો અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. 

તાજેતરમાં જ શામળાજીથી અમદાવાદ જઈ રહેલી એક કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તમામ મૃતકો અમદાવાદના હોવાની જાણકારી મળી હતી. ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઇનોવા કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે.સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.