કરાડી ગામમાં સર્જાય કરુણાંતિકા
ગણપતિની મૂર્તિ લાવતી વેળા દુર્ઘટના
હાઈટેન્શન લાઈનને પાઇપ અડી જતા દુર્ઘટના
વીજ કરંટ લાગતા બે યુવાનોના નિપજ્યા કરૂણ મોત
પાંચ ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ
નવસારીના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગણપતિ મહોત્સવને લઈને મૂર્તિ લઈને આવતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી.ગણેશ મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરતા 7 લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
નવસારીના જલાલપોરના કરાડી ગામે ગણપતિની મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વાયર જોઈન્ટ થઇ જતાં 7 લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં પ્રિતેશ પટેલ અને મિતુલ પટેલનું મોત નિપજ્યું છે. જ્યારે કેયુર પટેલ, નિશાંત પટેલ, વિજય પટેલ, કરીશ પટેલ અને નિલેશ પટેલને ગંભીર ઈજાઓ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ જલાલપોર પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.સર્જાયેલી ઘટનાને પગલે ગણેશ ઉત્સવનો માહોલ માતમમાં પરિણમ્યો હતો.