Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં પોલીસ કસ્ટડીમાં 5 વર્ષમાં 80ના મોત,સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં મોત થયાં છે. આ આંકડા વર્ષ 2017-18થી 2021-22 સુધીના છે.

રાજ્યમાં પોલીસ કસ્ટડીમાં 5 વર્ષમાં 80ના મોત,સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે
X

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં મોત થયાં છે. આ આંકડા વર્ષ 2017-18થી 2021-22 સુધીના છે. આ સમયમાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મોત થવાનું ગુજરાત બીજા નંબરે આવે છે. જ્યારે પહેલા નંબરે મહારાષ્ટ્ર આવે છે.રાજ્યમાં એક જ વર્ષમાં સૌથી વધુ પોલીસ કસ્ટડીમાં 24 મોત થયા છે. આ આંકડો 2021-22માં નોંધાયા છે.

આ અરસામાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ આરોપીના મોત થયા હોય તે મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. જ્યારે મહારાષ્ટ્રમાં 30 આરોપીના મોત સાથે દેશમાં પહેલા નંબરે છે. બિહાર 18 મોત સાથે ત્રીજા ક્રમે છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન માં નોંધાયેલા આ કેસના રિપોર્ટ કેન્દ્રના ગૃહ વિભાગે બહાર પાડ્યો છે. ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં મોત 80 ઘટના બની છે, જે પૈકી વર્ષ 2017-18માં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12 ઘટના બની છે, કોરોનાકાળના વર્ષ 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોત ની ઘટના વધારે સીધી 17 ઉપર પહોંચી હતી અને છેલ્લે 2021-22માં સૌથી વધુ 24 ઘટના બની છે. લોકસભામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે, પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામનારના પરિવારને 5.8 કરોડનું વળતર પણ આપવામાં આવ્યું છે. નોંધાયેલા આ કેસોમાં કેટલાક કિસ્સામાં આક્ષેપો છે કે, પોલીસના મારવાને કારણે આરોપી નો જીવ ગયો છે. જ્યારે કેટલાક માં બીમારી સહિત વિવિધ કારણોસર મોત નોંધાયું હોવાનું કહેવાય છે.

Next Story