સુરેન્દ્રનગર: ખારાઘોડામાં 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામની પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નિપજ્યું હતું.

New Update

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામની પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નિપજ્યું હતું.

ત્યારે પુનાથી રિપોર્ટ આવે એ પહેલા જ પાંચ વર્ષની બાળકી મોતને ભેટતા ગામ શોક મગ્ન બની ગયું હતુ. હાલ જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગની નવ ટીમ દ્વારા ગામમાં ઘરે ઘરે સર્વેલન્સ અને દવા છંટકાવ ની કામગીરી શરૂ કરાઈ છે. 

ખારાઘોડા જુનાગામ ખાતે રહેતી પાંચ વર્ષની બાળકી માહી હિતેષભાઇ પાડીવાડીયા ને ચાર પાંચ દિવસ અગાઉ અચાનક તબિયત લથડી હતી. પરિવારજનો દ્વારા પ્રથમ સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. ત્યાં એની તબિયત વધુ લથડતા એને ધનિષ્ઠ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.

જ્યાં આ બાળકી માહી હિતેષભાઇ પાડીવાડીયા માં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ના લક્ષણો જણાતા એના સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જોકે લેબના રિપોર્ટ આવે ત્યાર પહેલા એ જ દિવસે મોડી સાંજે સારવાર દરમિયાન આ બાળકીએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા.ઘટના બાદ આજે જિલ્લા મેલેરિયા અધિકારી જયેશ રાઠોડતાલુકા હેલ્થ ઓફિસર બી.પી.સીંગખારાઘોડા મેડિકલ ઓફિસર ડો. નરેશ મકવાણાજિલ્લા મેલેરિયા શાખા માંથી અરવિંદભાઈ અને મનોજસિંહ પરમારતાલુકા હેલ્થ સુપરવાઈઝર અશ્વિન પટેલખારાઘોડા સુપરવાઈઝર સતિષભાઇ ભીમાણી સહિત ખારાઘોડા નો તમામ આરોગ્ય સ્ટાફ ખારાઘોડા જુનાગામ ખાતે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ તમામ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ અને દવા છંટકાવ ની કામગીરી સાથે ડસ્ટિંગ અને સરપંચ ને સાથે રાખી તમામ ઉકરડા જેસીબી વડે હટાવવાની સાથે કાચા ઘરની દિવાલ ની તિરાડોમાં ડસ્ટિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. અને ગામમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.

 

Latest Stories