સોમનાથ મહાદેવ મંદિર ખાતે અમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

અમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો જોડાયા હતા

New Update
સોમનાથ મહાદેવ મંદિર ખાતે અમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

સોમનાથ મહાદેવ મંદિર ખાતે અમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો જોડાયા હતા

૧૭ ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહયો છે ત્યારે પ્રતિ વર્ષ પવિત્ર શ્રાવણ માસ પ્રારંભના રવિવારે છેલ્લા ૧૩ વર્ષથી દેશના પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિરે સ્વચ્છતા-સફાઈ કરી પોતાની અનોખી શિવભકિત દાખવતા અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 340 જેટલા સેવક-ભકતો સોમનાથ મહાદેવ મંદિર અને ટ્રસ્ટ હસ્તકના મંદિરોમાં સફાઈ માટે આવી પહોંચ્યા હતા.બાપા સીતારામ ટ્રસ્ટના પ્રમુખ હરીશ સોનીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સમગ્ર શ્રાવણ માસ અખૂટ શ્રધ્ધાથી આવતા ભાવિકોની સેવામાં અને શિવ ભકિતના એકાકાર સમું આ અભિયાન અમો છેલ્લા ૨૦ વર્ષથી કરીએ છીએ.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories