સુરેન્દ્રનગર : નાના ટીંબલા ગામે તળપદા કોળી-ઠાકોર સમાજનું સંમેલન યોજાયું,એકતા, શિક્ષણ,વ્યસનમુક્તિ અને યુવા વિકાસ પર કરાયો સંકલ્પ

લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે તળપદા અને ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું.સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા અને સંગઠનને મજબૂત બનાવવાનો હતો

New Update
  • તળપદા અને ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું

  • મોટી સંખ્યામાં સમાજના લોકો રહ્યા ઉપસ્થિત

  • એકતા,સંગઠન અને સકારાત્મક પરિવર્તન લાવવાનો હેતુ

  • વિવિધ સામાજિક મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક કરાઈ ચર્ચા

  • સમાજ સુધારણાશિક્ષણ,વ્યસનમુક્તિ માટેનો સંકલ્પ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે તળપદા અને ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં સમાજના આગેવાનોયુવાનો,મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે તળપદા અને ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું.સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા અને સંગઠનને મજબૂત બનાવવાનો હતો. આ ઉપરાંતશિક્ષણનો વ્યાપ વધારવાયુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહિત કરવાવ્યસનમુક્તિ અને કન્યા શિક્ષણ જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સમાજના આગેવાનોએ જણાવ્યું કે એકતા જ સમાજની સાચી શક્તિ છે. તેમણે રાજકીય અને વ્યક્તિગત મતભેદો ભૂલીને સંગઠિત થવા માટે અપીલ કરી હતી.સંમેલનના સમાપન સમયે સમાજના સર્વાંગી વિકાસ અને નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.

Latest Stories